રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મોરબી મેડિકલ કોલેજ માટે સમીક્ષા બેઠક યોજાઇ

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તમામ આયોજન કરવામાં આવે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી મેડિકલ કોલેજ માટેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, કોલેજ માટે વધુ જમીન ફાળવવામાં આવે ઉપરાતં બિલ્ડીંગ બનાવતી વખતે પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. પ્રથમ વર્ષના આયોજનની તમામ વિગતો મેળવી મંત્રીએ હોસ્ટેલની રીપેરીંગની કામગીરી ઝડપી કરવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ- મોરબીના ઇન્ચાર્જ ડીન નિરજકુમાર વિશ્વાસ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર ઝાલા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, એલ.ઈ.કોલેજના પ્રતિનિધિ, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દુધરેજીયા સહિતના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.