મોરબી : ગરબા પર ૧૮% GST નો રાસ ગરબા કરી આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો

સરકાર દ્વારા દૂધ પ્રોડક્ટસ પર GST નાખ્યા બાદ હિન્દૂ ધર્મની અસ્મિતા, સંસ્કૃતિ અને પરંપરાના અપમાન સમાન દેવીઓ ના નવરાત્રી પર્વ પરના સાંસ્કૃતિ કાર્યકામો પર 18% GST લગાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચડી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવેલ છે

જે બદલ “આપ” લોકસભા ઇન્ચાર્જ રાજેશ પીંડોરીયા, લોક સભા સચિવ, સંજય બાપટ અને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં ધરણાં સાથે રાસ ગરબા કરી પ્રદર્શન રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ અને સરકાર સામે નારા લગાવી ગરબા પર GST પાછો લેવા માંગ કરેલ.