મોરબી : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે

બીજેપી સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઑ જેવી કે ઘઉંનો લોટ ,મધ, ગોળ, અનાજ, દુધ, દહી, પનીર જેવી વસ્તુઓ પર જીએસટી (GST) લગાવવા ના કારણે મોંઘવારી ફાટી નીકળી છે. આ ભાવ વધારા ના કારણે પ્રજાજનો પર અસહ્ય બોજ વધી ગયો છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો માં બેરોજગારી માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને નષ્ટ કરી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સૂચના થી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયંતિ પટેલ દ્રારા પ્રજા નો અવાજ સરકાર ને પહોંચાડવા વિરોધ પ્રદર્શન અને ધરણા કરી સરકાર ને વિનંતી કરીએ છીએ કે આવશ્યક ચીજ વસ્તુઓ પર નો લગાવેલ જીએસટી નાબૂદ કરવામાં આવે. ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર જીએસટી ટેક્સ નાખી ને હિન્દુઓ ની ભાવના ને ઠેસ પહોંચાડી છે.

સ્મશાન માં વપરાતા લાકડા ઉપર ટેક્સ નાખી ને મૃત્યુ નો મલાજો પણ જાળવી નથી શકતી વર્તમાન BJP સરકાર. પેટ્રોલ ,ડીઝલ, ગેસ ના ભાવ આસમાને છે ત્યારે આ મોઘવારી ને અંકુશ માં રાખી ગરીબો, મજૂરો, કિસાનો અને મધ્યમ વર્ગ ને રાહત મળે તેવા નિર્ણયો સરકારે તાત્કાલિક લેવા જોઈએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની માંગણી છે.

તા. 5/8/2022 ( શુક્રવાર ) સ્થળ.સરદાર બાગ સામેનુ મેદાન, સમય.સવારે 10:30 વાગ્યે