મોરબીને ચાલુ સત્રથી મેડીકલ કોલેજમાં ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશની મંજુરીને નેશનલ મેડીકલ કમિશને મહોર મારીઃમંત્રી

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, નેશનલ મેડીકલ કમિશનો લેટર ઓફ ઇન્ફેકટ રાજય સરકારને મળી ગયેલ છે તેમાં જણાવ્યાનુસાર મોરબી મેડીકલ છે કોલેજને આ વર્ષથી ૧૦૦ વિદ્યાર્થીઓના પ્રવેશની મંજુરી આપેલ છે. આ અંગેનો પ્રત્યુત્તર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કરી રહેલ છે.

વધુમાં GMERS-મોરબી મેડીકલ કોલેજમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે તે માટે સતત ફલોઅપના અંતે તાજેતરમાં નેશનલ મેડીકલ કમિશન દ્વારા મોરબી મેડીકલ કોલેજ માટે વર્ચ્યુલી ઇન્સ્પેકશન રખાયેલ હતું. જેમાં બ્રિજેશ મેરજાએ ખૂબ જ ઉંડાણપૂર્વક રસ લઇને, ચાલુ સત્રમાં ૧૦૦ વિદ્યાર્થીઓને અભ્યાસની સગવડતા અંગે રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પૂરક બની, ગીક્શન સ્કુલ સંકુલમાં મેડીકલ કોલેજ ચાલુ કરવાની જે જહેમત ઉઠાવેલ, તે લેખે લાગી છે.

નેશનલ મેડીકલ મિશને ગીબ્ડન સ્કુલ સંકુલમાં ચાલુ વર્ષથી જ ૧૦૦ વિદ્યાર્થીઓ સાથે એમ.બી.બી.એસ.નું પ્રથમ વર્ષ ચાલુ કરવા સત્તાવાર મંજુરી આપી છે. બ્રિજેશ મેરજાએ આ માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો અભિનંદન સહ આભાર માનેલ છે.