મોરબીની ખારીવાડી ક્લસ્ટરમાં કલા ઉત્સવ યોજાયો

મોરબીના ખારીવાડી ક્લસ્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવા હેતુસર ગાયન,વાદન,કાવ્ય લેખન અને ચિત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે

આ સ્પર્ધામાં અગિયાર શાળાના બાળકોએ ભાગ લીધો હતો તમામ વિભાગોમાં વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરી સુંદર પ્રદર્શન કરી મેદાન માર્યું છે જેમાં (૧) ચિત્ર સ્પર્ધામાં શુક્લ પ્રાંચી ભરતભાઈ ઓમ શાંતિ વિદ્યાલય,પ્રથમ નંબરે ડાભી દર્શના કિશોરભાઈ દ્વિતીય ડાભી જયેશ ભરતભાઈ માધાપરવાડી કુમાર શાળાનો આવેલ છે (૨) સંગીત ગાયન સ્પર્ધામાં ડાભી વિજય રમેશભાઈ ઓમ શાંતિ વિદ્યાલય પ્રથમ નંબરે દ્વિતીય ગોસ્વામી વૈદિક પ્રકાશભાઈ અભિનવ શાળા,તૃતીય કંઝારિયા કલ્પના દિનેશભાઈ ગોકુલનગર શાળા આવેલ છે.(૩) સંગીત વાદન સ્પર્ધામાં પ્રશાંત મુકેશભાઈ વાઘેલા ઓમ શાંતિ વિદ્યાલય પ્રથમ નંબરે,દ્વિતીય ડાભી રવિ ભરતભાઈ કપોરિવાડી શાળા, તૃતીય ચાવડા માયા સુરેશભાઈ માધાપરવાડી કન્યા શાળા આવેલ છે.(૩) બાળ કવિ સંમેલનમાં હેન્સી દિલીપભાઈ પરમાર માધાપરવાડી કન્યા શાળા પ્રથમ નંબરે દ્વિતીય નંબરે ડાભી દક્ષા દયારામભાઈ તૃતીય નંબર આવેલ છે

તો આ તમામ બાળકોને સી.આર.સી પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.વિજેતા પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવેલ હતા.કાર્યક્રમને સફળ બનાવવા ખારીવાડી શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.