સાવધાની જરૂરી…કોરોનાના લીધે ૧૭ વર્ષની યુવતીનું મૃત્યુ

મોરબી જિલ્લામાં આજે કુલ છ કેસ નોંધાયા છે જેમાં મોરબી ગ્રામ વિસ્તારમાં ૪ અને શહેરી વિસ્તારમાં એક કેસ નોંધાયો છે અને હળવદ માં એક કેસ નોંધાયો હતો તે દર્દીનું મૃત્યુ થયું છે જ્યારે ૧૪ લોકો કોરોનાની સારવાર લઈ ને સ્વસ્થ થઈ ગયા છે

મોરબી જીલ્લાઆ હળવદ શહેરમાં ૧૭ વર્ષ ની બાળા નું કોરોના ના લીધે મૃત્યુ નોંધાયેલ છે દર્દી એ કોરોના રસી ના એકપણ ડોઝ લીધેલ ન હતા તેમજ દર્દી ને અગાઉ લાંબા સમયથી કિડની ની જૂની બીમારી હતી

આ અગાઉ તા: 15/2/22 ના રોજ કોરોના ના લીધે છેલ્લું મૃત્યુ નોંધાયેલ આમ 170 દિવસ બાદ જિલ્લા માં કોરોના ના લીધે મૃત્યુ થયેલ છે