“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ વિવિધ સ્પર્ધાઓ

આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત માળિયા(મી.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તિરંગાના મહત્વ પર વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર દ્વારા કાપડ પર અથવા આર્ટ અને ક્રાફટ દ્વારા તિરંગો બનાવવાની સ્પર્ધા, તિરંગાને લગતા ગીત ગાવાની સ્પર્ધા અને ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા – પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.