મોરબી : લાખોના મશીનનું ટેન્ડર ભર્યું અને હજારોના મશીન પધરાવી દેવાયા ??

મોરબી જિલ્લાના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બાયોકેમેસ્ટ્રી એનીલાઈઝર મશીન મુકવામાં આવ્યા છે ટેન્ડર મુજબ તે મશીન આપવાનું હતું તેના બદલે એજન્સી દ્વારા અન્ય મશીન આપવામાં આવ્યું લાખોમાં આવતું મશીન આપવાના બદલે હજારોમાં આવતું મશીન આરોગ્ય વિભાગને પધરાવી દેવામાં આવ્યું છે

આરોગ્ય વિભાગ દ્વારા 8 આરોગ્ય કેન્દ્રને બાયોકેમેસ્ટ્રી એનીલાઈઝર મશીન આપવામાં માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જેમાં 21.20 લાખ માં ફેઝ સર્જીકલ એજન્સીનું ટેન્ડર પાસ થયું હતું જેમાં તેમને 8 મશીન આપવાના હતા જેમાં હાલ ત્રણ શંકાસ્પદ જતા તેની તપાસ અંગે અધિકારીને જાણ કરવામાં આવી હતી જેમાં મેસરિયા, કોઠી અને સાવડી આ ત્રણ સ્થળો પર શંકાસ્પદ છે જેમાં મેસરિયા અને કોઠી ગામની સ્થળ તપાસ થઈ ચુકી છે અને હજુ સાવડી ગામની બાકી છે

જેમાં તપાસમાં આરોગ્ય અધિકારીને જણાવામાં આવ્યું છે કે કોઠી આરોગ્ય કેન્દ્ર પર મુકવામાં આવેલ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બાયોકેમેસ્ટ્રી એનીલાઈઝર મશીન કંપની નામ Keri Merililyzer CliniQuant Micro જેના Sr No. CM0605199 છે જે સ્પેસિફિકેશન મુજબ ન હોવાથી તેના સ્પેસિફિકેશન જે એનીલાઈઝર ના સ્પેસિફિકેશન પ્રમાણે મેચ થયેલ નથી

આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારીયાનું આ બાબતે કહેવું છે કે અમને મશીન બાબતે ગેરીરીતિ થયાની માહિતી મળતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી જેમાં આ મશીનની તપાસ માટે નિષ્ણાંતને બોલાવામાં આવ્યા હતા એટલે હવે આ મશીન અંગેનો રિપોર્ટ આવે એટલે તરત ખ્યાલ આવી જશે કે આ મશીનમાં કેટલી ગેરીરીતિ કરવામાં આવી છે તેમજ હાલ આ મશીનનું પેયમેન્ટ પણ અટકવામાં આવ્યું છે

આવી એજન્સી સામે આકરા પગલાં ભરીને બ્લોક લિસ્ટ માં નાખી દેવી જરૂરી છે આ એજન્સી દ્વારા ભૂતકાળમાં પણ આવી ગેરરીતિ કરવામાં આવી હશે કે શું ? એ પણ એક મોટો પ્રશ્ન છે

ads label