બાગાયત ખાતાના “કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” કાર્યક્રમ હેઠળ વિવિધ સહાય મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

ઇચ્છુક ખેડુતોએ https://ikhedut.gujarat.gov.in પર ૩જી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

મોરબી જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો બાગાયત ખાતાના “કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” કાર્યક્રમ હેઠળ રજીસ્ટ્રેશન કરવા હેતુથી ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in ઉપર તા.૦૬/૦૮/૨૦૨૨ થી તા. ૦૩/૦૯/૨૦૨૨ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે ખેડૂતમિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ-ખેડૂત પોર્ટલ પર ઈ – ગ્રામ કેન્દ્ર મારફતે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.

બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાય મળવા પાત્ર રહેશે. આ યોજનાઓ હેઠળ ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભ્યોને લાભ મળશે.

        આ માટે અરજદારે આધારકાર્ડ, ૭/૧૨ અને ૮-અ ની નકલ, જાતિના દાખલાની નકલ (અનુ.જાતિ/અનુ. જન જાતિના કિસ્સામાં)ની નકલ, બેંક ખાતાની વિગત, પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ભાવપત્રકો સાથે અરજી કર્યાની કોપી દિન- ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે રજૂ કરવા તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૨૨૮૨૨૨૪૧૨૪૦ પર સંપર્ક કરવા મોરબીના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે