કલા ઉત્સવ અને હર ઘર તિરંગા હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો
મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ, ટંકારા દ્વારા શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત SVS કક્ષાના ‘કલાઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં ટંકારા તાલુકાની ચાર QDCના મળી કુલ ૨૮ વિદ્યાર્થીઓએ ચિત્રકામ, કાવ્યગાન, ગાયન અને વાદન સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે ચારેય સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.૫૦૦ ,રૂ.૩૦૦ અને રૂ.૨૦૦નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
ટંકારા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી હર ઘર તિરંગાની વિવિધ સ્પર્ધાઓમાં શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓ વચ્ચે તાલુકા કક્ષાએ પણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, પેન અને ૨૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક ના વિજેતાઓ જિલ્લા કક્ષા ની સ્પર્ધાઓમાં ભાગ લેશે.
આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલના કન્વીનરશ્રી આર.પી.મેરજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરેક વિષયને અનુરૂપ તજજ્ઞ નિર્ણાયકોની સેવા લેવામાં આવી હતી.
આ વિવિધ સ્પર્ધાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષક સંજયભાઈ પટેલ ,લલ્લુભાઈ દેસાઈ , ભાવેશભાઈ સંઘાણી, જીવતીબેન પીપળીયા, તુલસીભાઈ દુબરીયા અને માધ્યમિક શાળાના શિક્ષકઓ તરુણાબેન કોટડીયા, અર્ચનાબેન ડોડીયા, સંગીતાબેન દેસાઈ તથા કલ્પનાબેન મેરજા, ભાર્ગવભાઈ દવે, તુષારભાઈ પૈજા, ભરતભાઈ વડગાસીયા તથા શ્રી એમ.પી.દોશી વિદ્યાલય શાળાના આચાર્ય વી.એ. ખાંભલાએ વિવિધ સ્પર્ધાઓના નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.
આ કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, હરેશભાઇ ભાલોડિયા, તરુણાબેન કોટડીયા, રમેશભાઈ ભુંભરીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે મહર્ષિ દયાનંદશાળા વિકાસ સંકુલ ટંકારાના કન્વીનર આર. પી. મેરજાએ વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમની આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી. સરસાવાડીયા, અધ્યક્ષ લાલજીભાઈ કગથરા, ટંકારા સ્વનિર્ભર શાળાના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા, મંત્રી વિજયભાઈ ભાડજા , સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, QDC કન્વીનર એન.આર. ભાડજા, ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તથા વિવિધ શાળાઓમાંથી શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.