મોરબી : માતાની સ્મૃતિમાં સંતાનોએ પ્રા.શાળામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું

માતા-પિતાને તેમના પ્રિય હોય છે અને તેમના જીવતા તેમ તેમને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તેવા તમામ પ્રયત્ન કરતા હોય છે. અને તેમના અવસાન બાદ સંતાનોને તેમની ખોટ કાયમી રહેતી હોય છે . પરિજનો દ્વારા પણ તેમની યાદ કાયમી સચવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે ઘણા કુટુંબ એવા પણ છે જે તેમના સ્વજનોની યાદમાં પરોપકારના કામ પણ કરતા હોય છે જોકે મોરબીમાં એક એવા પરિવાર સામે આવ્યો છે જેમને પોતાના સ્વજનની સ્મૃતિમાં પરોપકારની સાથે સાથે દેશ પ્રેમ પણ જગાવવા પ્રયાસ કર્યો છે

મોરબી શહેરમાં રહેતા સવિતાબેન ઓધવજીભાઈ દેત્રોજા નું ગત તા. 26 જુલાઈના રોજ અવસાન થયું હતું માતાની યાદગીરી રૂપે તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યો એવા મનસુખભાઈ ઓધવજીભાઈ, રમેશભાઈ ઓધવજીભાઈ, જયંતિલાલભાઈ ઓધવજીભાઈ નરેશભાઈ કાંતિભાઈ ના હસ્તે મોરબીના માણેકવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા 100 જેટલા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું આ તકે શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિધાર્થીઓએ દેત્રોજા પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો