હળવદના જૂના દેવળીયા ગામે પ્રાથમીક શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની જોરદાર ઉજવણી નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળા ના તમામ બાળકો એ ઉત્સાહ ભેર કૃષ્ણ જન્મોત્સવ મા ભાગ લીધો , શ્રી કૃષ્ણ બની ને આવેલ બાળકો દ્વારા મટકી પણ ફોડવામાં આવી હતી.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાનાં સમગ્ર સ્ટાફ ના શિક્ષકો તથા શાળા ના આચાર્ય સાગરભાઈ મહેતા એ ખૂબ મહેનત કરી આયોજનને સફળ બનાવેલ હતું તેમજ કાનુડો બનીને આવનાર તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.