મોરબી : પૂર્વ ધારાસભ્ય દ્વારા કોરોનામાં દિવંગત થયેલાના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

કોઈ પણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે સક્રિય યોગદાન માટે હંમેશા તત્પર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ, કોરોના-કોવિડના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો.

મહાવિનાશક કોરોના આપણા સંખ્યાબંધ સગા સંબંધીઓને ભરખી ગયો અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી.એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે કોરોનામાં દિવંગત થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું.

અને એ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવ, દેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય પરમ આદરણીય ભાઈ રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.

આપના પરિવારમાં કે સગા-સ્નેહીઓમાં કોઈ દિવંગત થયું હોય તો એમનો ફોટો તા. 25.08.2022 સુધીમાં શ્રી કાંતિભાઈનું કાર્યાલય, ઉમા ટાઉનશીપ, મોરબી-2 મુકામે પહોંચતો કરવા વિનંતી.. સંપર્ક: 9979613433, 9825692844