રાષ્ટ્ર પ્રેમની ભાવના વ્યક્ત કરવા તમામ લોકોને તિરંગો લહેરાવવા અપીલ કરતા મહંત દામજી ભગત

“ઝંડા ઊંચા રહે હંમેશ, યહી હમારા હૈ સંદેશ” – નકલંક ધામ – બગથળા મહંત દામજી ભગત

હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે દરેક ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરતાં નકલંક ધામ – બગથળાના મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શરૂ કરેલી નૂતન પહેલને આવકારું છું. સૌ લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રગટ થાય એક એક ઘરમાં આ અભિયાન અંગે જાગૃતિ આવે તે જરૂરી છે. દરેક દેશનું એક આગવું પ્રતિક હોય છે. આપણી એકતા અને અખંડિતતા અને શૌર્યનું પ્રતિક છે આ તિરંગો. આન, બાન અને શાનથી આ તિરંગાનું સન્માન કરી ગૌરવશાળી બનવા અપીલ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ સદા અખંડિત અને અમર રહે, નાત જાત ના ભેદ વિના ભારત ભૂમીના સંતાન બનીને રહીએ. અંતમાં “ઝંડા ઊંચા રહે હંમેશ, યહી હમારા હૈ સંદેશ” કહી ભારતમાતાના તેમજ તમામ ભારતવાસીઓના ચરણોમાં વંદન કર્યા હતા.