તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના આ મહાઅભિયાનમાં જોડાઇએ -પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી

સમગ્ર રાષ્ટ્રની સાથે ગુજરાત રાજ્યમાં પણ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું હર્ષોલ્લાસ સાથે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની વિશેષ ઉજવણી કરાય તેવા અનેક આયોજન કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપણો ભારત દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તિરાંગાના સન્માનમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે.

તો ચાલો આપણે સૌ આપણા ઘર, ઓફિસ તમામ જગ્યાએ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના આ મહાઅભિયાનમાં જોડાઇએ. તો હું મોરબી જિલ્લાના સમગ્ર નાગરિકો તેમેજ ગુજરાતની જનતા અપીલ કરું છું કે, ચાલો સૌ સન્માનભેર તિરંગો લહેરાવી સમગ્ર રાષ્ટ્રને તિરંગામય બનાવીએ.