મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ
તિરંગા સમિતિ મોરબી દ્વારા આયોજીત તિરંગા યાત્રાને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.




હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે મોરબીના નગરજનોમાં તિરંગા પ્રત્યે જાગૃતિ અને સન્માનનું સિંચન કરવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા મોરબી સ્વામિનારાયણ મંદિરથી નીકળી સમગ્ર નગરમાં ફરી પાછી સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી.
આ તિરંગા યાત્રામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અગ્રણી સર્વ દુર્લભજીભાઈ દેથરિયા, અરવિંદભાઈ વાંસદડિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ, નગરની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતાં.
આ તકે જિલ્લા કલકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ તથા સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વામીજી તેમજ અન્ય સંતો – મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
