મોરબી નગરપાલિકા ના વિસ્તારમાં આવેલ મહાપુરુષો અને ક્રાંતિકારીઓ ની પ્રતિમાઓનું સમારકામ કરવા રજુઆત  

ભારત દેશ ની આઝાદી માટે જે મહાપુરુષો અને ક્રાંતિકારીઓ એ પોતાનું લોહી નું બલિદાન આપ્યું છે તેવા મહાન ક્રાંતિકારી ભગતસિંહની પ્રતિમા ગાંધી ચોક ખાતે, ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નવા બસ સ્ટેશન સામે તેમજ SDMના ઘર સામેની પ્રતિમા, ગાંધી બાગમાં આવેલ ગાંધીની પ્રતિમા ની હાલત ખૂબ દયનીય સ્થિતિ માં છે

જે રીતે નગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા અને ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું સમારકામ કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ તમામ પ્રતિમાઓ નું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેમજ અમુક પ્રતિમા ની ફરતે પાણીના ફુવારો મુકવામાં આવેલ છે તે ચાલુ કરો અથવા તેને તેમાંથી કાઢી નાંખો જેથી ગંદકી ઓછી થાય એવી રજુઆત મોરબી પાલિકના ચીફ ઓફિસર ને રજુઆત કરાઈ