હળવદ શહેરમાં તાલુકા આરોગ્ય કચેરી તેમજ 50 બેડનો નવા બિલ્ડીંગ સાથેનો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપો : નયન દેત્રોજા

વિશાલ જયસ્વાલ હળવદ : ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય નયન દેત્રોજા પટેલે પટેલ હળવદ શહેરમાં તારું નવી આરોગ્ય કચેરી તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નવા બિલ્ડીંગ સાથે બનાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપુરાને રજૂઆત કરી છે નયન દેત્રોજા પટેલે વિગતવાર જણાવતા પત્ર લખ્યો છે કે હળવદ શહેરની અંદર તાલુકા આરોગ્ય કચેરી બિલ્ડીંગ ખૂબ જ જૂનું છે આરોગ્ય વહીવટી માટે માટે નવું બિલ્ડીંગ બનાવો જરૂરી છે

વર્તમાન બિલ્ડીંગ ૩૦ વર્ષ જૂનું છે જ્યારે કોવિડ માટે જે 50 બેટની હોસ્પિટલ બનાવી હતી તેમજ 50 બેડ ની હોસ્પિટલ અપગ્રેડ કરવાની વાત છે તે બાબતે વિશેષમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે અમારે નવા બિલ્ડીંગ સાથેની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આધુનિક નવાબિલ્ડીંગ અને પૂરતા સ્ટાફ સાથે જરૂરિયાત છે નહીં કે જે જૂનું બિલ્ડીંગ છે તેમાં અપગ્રેડ 50 બેડની હોસ્પિટલ થી કોઈ આરોગ્યનો પ્રજાને લાભ નહીં મળે હળવદ શહેરની વસ્તી વર્તમાન ૪૫૦૦૦ જેટલી આશરે હશે તેથી પ્રજા ની સુખાકારી માટે તાત્કાલિક તાલુકો આરોગ્ય કચેરી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નવા આધુનિક બિલ્ડીંગ સ્ટાફ સાથે આપવા રજૂઆત કરી છે