૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સ્વામિનારાયણ મંદિર–મોરબી પર તિરંગો લહેરાશે
મોરબી સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી પ્રેમસ્વામીજીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે મોરબીની જનતાને ઘર ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે આ વર્ષને સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ.




હાલ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યુ છે. તો આપણે સૌએ પણ આપણા ઘર, ઓફિસ તમામ જગ્યાએ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવવો જોઈએ. અમે પણ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન મંદિર પર તિરંગો લહેરાવી આ મહાઅભિયાનમાં જોડાઈશું. તો મોરબી જિલ્લાના સમગ્ર નગરિકો તેમેજ ગુજરાતની જનતા અપીલ કરું છું કે, ચાલો સૌ લોકો આપણા મોરબીને તિરંગામય બનાવવામાં પોતાનો સહયોગ આપીએ. વધુમાં તેમણે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહીદોના ચરણોમાં શત શત નમન કર્યા હતા.
