મોરબીના ઊંચી માંડલ ગામે તિરંગા યાત્રા યોજાઈ

સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઊંચી માંડલ ગામે પણ તિરંગા યાત્રા યોજી ઉજવણી કરાઇ હતી.

જેમાં ઊંચી માંડલ ગામના સરપંચ રવિરાજસિંહ દ્વારા ઊંચી માંડલ ગામે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊંચી માંડલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા.

આ રેલી ઊંચી માંડલ ગામની પ્રાથમિક શાળા એથી શરૂ થઈ આખા ઊંચી માંડલ ગામમાં ફરી પાછી પ્રાથમિક શાળાએ પહોંચી હતી.તેમજ આ તિરંગા રેલીમાં ઊંચી માંડલ ગામના દરેક સમાજના લોકો આ તિરંગા રેલીમાં જોડાયા હતા.