ભારતી વિદ્યાલય શાળા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી કઢાઈ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં આજ રોજ શાળાની આજુબાજુના વિસ્તારમાં તિરંગા રેલી કાઢી લોકોને હર ઘર તિરંગા લહેરાવાનો સંદેશ આપેલ.

આ રેલીની શરૂઆત શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા અને મોરબી નગર પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતા દ્વારા કરવામાં આવી.

આ તિરંગા રેલી માં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા, મહાત્મા ગાંધી,ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ,નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઇન્દિરા ગાંધી, મહારાણા પ્રતાપ, ડો. બાબાસાહેબ આંબેડકર, પોલીસ,મિલેટ્રી,સરદાર પટેલ,રાણી લક્ષ્મીબાઈ, રાણી દુર્ગાવતી, વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્યસેનાનીઓ બનેલા.આ રેલી સામાકાંઠા વિસ્તારમા આવેલી ગિરિરાજ સોસાયટી, સરસ્વતી સોસાયટી, વર્ધમાન નગર,અનંત નગર, રામ કૃષ્ણ નગર, રિલીફ નગર, રોટરી નગર, અરુણોદય નગર વિસ્તાર માં કાઢવામાં આવેલી..

આ તિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ખૂબ જ ઉત્સાહ પૂર્વક દેશ ભક્તિના નારા સાથે જોડાયેલ.

અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતા એ તિરંગા રેલી માં જોડાયેલ તમામ દેશ પ્રેમીઓનો આભાર વ્યક્ત કરેલ તેમજ કાર્યક્રમનું ખૂબ જ સારૂ આયોજન કરવા બદલ તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવેલ.