શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે નિવૃત્ત સૈનિકોની ઉપસ્થિતી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ

શ્રી સરસ્વતી શિશુ મંદિર શકત શનાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં આજે મોરબીની શાન એવા મોરબીના નિવૃત્ત સૈનિકો તથા તેમના પ્રમુખશ્રી અશોક સિંહ ઉપસ્થિત હતા. તેમને આ કાર્યક્રમ નિમિત્તે આઝાદીના ઘડવૈયા વિશે માહિતી આપી.

ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંઘીક ગીત રજૂ થયું જેના શબ્દો હતા હમ ભારતમાંકી સંતાને માતૃભૂમિ હિત જીતે હૈ ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓ દ્વારા બધા જ સૈનિક ભાઈઓને પુરસ્કાર અપાયો. ત્યારબાદ ધોરણ ૮ની વિદ્યાર્થી મહેક કાવર દ્વારા પોતાના પ્રિય પાત્ર ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર પટેલની વાત રજૂ કરાય.

ત્યારબાદ એક સૈનિક ભાઈએ દ્વારા પોતાની વાત રજૂ કરાય. ત્યારબાદ ધોરણ ૭ની વિદ્યાર્થી વિશ્વાબેન ઉભડિયા દ્વારા સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ પર ગીત રજૂ થયું. ત્યારબાદ વિદ્યાલયના વ્યવસ્થાપક પરેશભાઈ મોરડીયાએ ભવિષ્યની ટેકનીક વિશે વાત રજૂ કરી અંતે માધ્યમિકના વ્યવસ્થાપક વિજયભાઈ ગઢીયાએ આભાર દર્શન કર્યું.

આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે આખા કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થયું હતું.