રાજસ્થાનમાં બનેલ ઘટનના પડઘા મોરબીમાં પડ્યા

બહુજન સમાજ પાર્ટી ટંકારા દ્વારા રાજસ્થાન ના જાલોર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાનાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના ઈન્દ્ર દેવરામ ને અલગ રાખેલા પાણીના મટકા માંથી તરસ છીપાવવા પાણી પીવા માત્રથી સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક અને શિક્ષકે બેરહેમી પૂર્વક માર મારતાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

જ્યારે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે માસુમ બાળક ઈન્દ્ર મેઘવાળ ને ક્યાં ખબર હતી કે તે કઈ જાતિ નો છે?? તરસ છીપાવવા પાણી પીવું શુ ગુનો છે?? શું દેશના અનુસુચિત જાતિ આઝાદ છે???
જાતિવાદના ઝેરી સાંપને તાકીદે નાથવા ચેતવણી આપતા બહુજન સમાજ પાર્ટી ટંકારા એ મામલતદાર સાહેબ ટંકારા ને આવેદન આપી ચિમકી આપેલ છે. અને ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી અપીલ કરેલ છે.ગરીબ, પીડીત, દલિત,શોષિત અને વંચિતના હક્ક અધિકારની વાત કરતા બહુજન સમાજ પાર્ટીના આગેવાનો હેમંતભાઇ ચાવડા ટંકારા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલીપભાઇ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, હસમુખ પડાયા, જીવરાજભાઈ, નરેન્દ્રભાઈ, દેવજીભાઈ તેમજ બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતાં.