કૃષ્ણ ભગવાનની વેશભૂષામાં બાળકોને રમકડાની ભેટ આપી જન્માષ્ટમીની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

કૃષ્ણ ભગવાનની વેશભૂષામાં બાળકોને રમકડાની ભેટ આપી જન્માષ્ટમીની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

આપવાના આનંદ હેઠળ જરૂરિયાતમંદ બાળકોને રાજી કરી જન્માષ્ટમીની સાર્થક અને અનોખી ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબી : મોરબીમાં સમાજમાં બદલાવ લાવવાની સદભાવનાશીલ વૈચારિક ક્રાંતિ માટે સક્રિય પ્રયાસો કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપે દરેક તહેવારોની જેમ જન્માષ્ટમીના પાવન અવસરની બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ મેળવીને તહેવારો સાચા મર્મને દિપાવ્યો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે જન્માષ્ટમીના પાવન અવસરે આપવાના આનંદ હેઠળ કૃષ્ણ ભગવાનના ગેટઅપ ધારણ કરીને જરૂરિયાતમંદ 500 થી વધુ બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ આપવામાં આવી હતી.જોકે હાલમાં કોરોનાની મહામારીને કારણે આ ઉજવણી દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકોને તહેવારોની ખુશી આપીને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનો મહિમા અનન્ય દર્શાવ્યો છે. ખાસ કરીને તહેવારોમાં આપણે દરેક પરિવાર કે સગા સબધીઓ સાથે હળીમળીને તહેવારો ઉજવીને ખુશી મેળવી છીએ. પણ તહેવારોની ઉજવણીની સાચી ખુશી એ છે કે ,તહેવારોની ખુશી બીજાને એટલે કે વંચિત છે તેને ખુશી આપીને આપણે ખુશ થાય એ જ તહેવારો ઉજવણીનું મૂળભૂત સોહાર્દ છે. આ ભાવના સાથે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની પ્રેરણાદાયી ઉજવણી કરે છે.

જો ક્રિસમસમાં સાન્ટા ક્લોઝ ગિફ્ટ આપી શકે તો કૃષ્ણજન્મોત્સવમાં કૃષ્ણ ભગવાન પણ ગરીબોની મદદે આવી શકે અને આજના આધુનિક વિચારધારાના યુગમાં પશ્ચિમી સંસ્કૃતિ સામે આપણી સંસ્કૃતિનું મહત્વ જાળવી રાખવા આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.