મોરબી જિલ્લાની હળવદ શાળા નંબર:- 4 ને રાજ્યકક્ષાનો સ્વચ્છતા એવોર્ડ

સમગ્ર ભારતમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે દેશમાં સ્વચ્છતાની મશાલ પ્રગટાવી છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2021-22 ના સ્વચ્છતા એવોર્ડ માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 460 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી 26 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની રાજયકક્ષાના સ્વચ્છતા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી.જેમાં મોરબી જિલ્લાની હળવદ તાલુકાની એક માત્ર શાળા નંબર.4 ની પસંદગી કરવામાં આવી.એ અનુસંધાને અમદાવાદ ખાતે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી અને કુબેરસિંહ ડીંડોર તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના હસ્તે

મોરબી જિલ્લાની હળવદ તાલુકાની શાળા નંબર 4 ને શિલ્ડ,પ્રમાણપત્ર અને 30000/- અંકે રૂપિયા ત્રીસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.સાથે બાળસંસદના પાંચ બાળકોને દફતર આપવામાં આવ્યું.દરેક શિક્ષક મિત્રોને તેમજ બાળકોને સ્વચ્છતા કીટ પણ આપવામાં આવી.આ તકે શાળાના આચાર્ય રાજેશભાઇ જાકાસણીયા,શાળાના સિનિયર શિક્ષક અને હળવદ તાલુકા શૈક્ષિક સંઘના અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણિયા અને કર્મનિષ્ઠ શિક્ષક હરજીવનભાઈ પરમાર બાળસંસદના વિદ્યાર્થીઓ ધ્રુવેશ સોનાગરા,નૈતિક પાટડીયા,દક્ષ લખતરિયા, ઋત્વિ દેસાઈ અને બંસી ઝાલરીયા એવોર્ડ સ્વીકારવામાં હાજર રહ્યા હતા. શાળા નંબર-4 હળવદને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ વિડજા,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિપાબેન બોડા,મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ,હળવદ તાલુકા બી.આર.સી.દ્વારા અભિનંદન આપવામાં આવેલ છે.