મોરબી દ્વારા સંરક્ષણ દળોમાં જોડાવવા માંગતા યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરાશે 

તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે 3જી સપ્ટેમ્બરે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ શ્રી યુ.એન.મહેતા કોલેજ ખાતે યોજાશે


રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો – આર્મી, નેવી
, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં જોડાવવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય  કચેરી  મોરબી દ્વારા એક માસ રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન સંભવિત આગામી તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ શ્રી યુ.એન.મહેતા કોલેજ, મોરબી ખાતે કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટે અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા. ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ સવારના ૯.૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા કોલેજનું ગ્રાઉન્ડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.