મોરબીના યુવાને રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી કરી

હંમેશા સેવા કાર્ય માં અગ્રેસર રહેતી સંસ્થા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ ના બ્લડ ડોનેશનના કર્યા થી યુવાનો માં જન હિત ની ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પુષ્કળ પ્રેરણા મળી રહી છે.

ત્યારે કિશનભાઇ કલોલા એ પોતાના 25 માં જન્મદિન ની ઉજવણી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ ની પ્રેરણા થી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરી ઉજવણી કરી હતી.

યુવાનો ને હંમેશા સેવાની પ્રેરણા આપતા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ નો આભાર વ્યક્ત કર્યો હતો.