મોરબીના તરઘરી ગામના યુવા સરપંચ સાગરભાઈ ફૂલતરીયા, તથા સામાજીક કાર્યકર સાગર ચંદારાણા, દિપકભાઈ કાવર સહિતનાએ આજે અમાસ નિમિત્તે મોરબીના દલવાડી સર્કલ, કામધેનુ સામે, લીલાપર રોડ પર, ધુનડા રોડ સહિતના વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીમાં વસતાં નાના ભૂલકાઓને 400થી વધુ પફ વિતરણ કરી અમાસ પર્વની સેવાકાર્ય થકી ઉજવણી કરી હતી.