શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિમાણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની સાથે વિવિધ જિલ્લાના પ્રવાસે છે. મંત્રી આજરોજ ૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૦૯:૧૫ કલાકે નડિયાદ ખાતે માન. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડભાણ રોડ, નડિયાદ(જિ.ખેડા) ખાતે ખેડા જિલ્લા પંચાયત નવનિર્મિત બિલ્ડીંગ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે.
સ્થળઃ સવારે ૧૦:૪૫ કલાકે ઠાસરા ખાતે માન. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. તા.૦૧-૦૯-૨૦૨૨ ના રોજ સવારે. ૯:૫૦ કલાકે તરણેતરના ભાતીગળ મેળામાં માન. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયોજીત કાર્યક્રમ દર્શનમાં ઉપસ્થિત રહેશે.
બપોરે ૧૨:૧૫ કલાકે ધ્રોલ ખાતે માન. મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ કેન્દ્રોનું ખાતમૂર્હુત અને અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે. બેપોરે ૧:૪૫ કલાકે કાલાવડ ખાતે માન. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા બેઠકમાં હાજર રહેશે.