ગણેશ ચતુર્થી નિમિતે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહજી ઝાલા ની સૂચના થી મોરબી ના રાજમાર્ગ નગરદરવાજા થી દરબારગઢ સુધી રસ્તા ની સફાઈ અને ડીડીટી નો છટકાવ સેનિટેશન ઇન્સ્પેક્ટર હિતેશભાઇ રવેશિયા દ્વારા કરાવેલ છે.
આ તકે મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ,બાંધકામ ચેરમેન દેવાભાઈ અવાડીયા, સેનીટેશન ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા,ચેરમેન ભાવિકભાઈ જારિયા,હેલ્થ એન્ડ હાઈજીન ચેરમેન આશિફભાઈ ઘાચી દ્વારા કામગીરી નું નિરીક્ષણ કરેલ હતું.