મુસ્લિમ બિરાદરો માં અનેરો થનગનાટ
(આમદશા શાહમદાર દ્વારા) : દર વર્ષની મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્સ મુબારક બહુજ સાનો સોકતથી ઉજવવાનું આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ -૧-૯-૨૦૨૨- ગુરૂવાર અને મુસ્લિમ ચાંદ -૩- ના રોજ નૂરાની જલસા નીચે મુજબ રાખેલ છે સાંજે -૪- વાગ્યે શહેર ખતીબ રસીદ મીયા બાપુ તથા મુસ્લિમ બિરાદરો દ્વારા સંદલ શરીફ ચઢાવવામાં આવશે ત્યારબાદ સાંજે – ૫ : ૦૦ -(પાંચ) વાગે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે
ન્યાજ માં ભાઈઓ માટે બાવા અહેમદશા દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગ મેમણ સમાજના જમાખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે ઈશાની નમાજ બાદ કિબલા હસમતિ મૌલાના આદમ સાહેબ ના વાઈજશરીફ નો પણ જલસો રાખેલ છે વાહેજ પહેલા પેસ ઈમામ નજીરમીયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેસ કરશે તો આ મુબારક મોકા ઉપર તશરીફ લાવવા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશીકે બાવા અહેમદશા ગ્રુપ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે