૪ સપ્ટેમ્બર ના રોજ મંત્રી મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૨ સપ્ટેમ્બર થી ૫ સપ્ટેમ્બર દરમિયાન મોરબી તેમજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. મંત્રી ૨ સપ્ટેમ્બરે સાંજે ૫:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લા આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ તથા મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૭:૩૦ કલાકે રામોજી ફાર્મ મોરબી ખાતે ગણેશ ઉત્સવ સંદર્ભે આરતીમાં ઉપસ્થિત રહેશે.
૩ સપ્ટેમ્બરે રાજકોટ ખાતે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.૪ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે માર્કેટિંગ યાર્ડ મોરબી ખાતે મોરબી જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓ દ્વારા રખાયેલ વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપશે. બપોરે ૧:૦૦ થી ૫:૦૦ દરમિયાન મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોના પ્રશ્નો સાંભળશે.
૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વી.સી. હાઇસ્કુલ મોરબી ખાતે શિક્ષકદિન અન્વયે રખાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.