સરદાર ધામ , યુનિક હોસ્પિટલ હળવદ અને આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી યોજાશે કેમ્પ
વિશાલ જયસ્વાલ હળવદ : સરદાર ધામ તેમજ યુનિક હોસ્પિટલ હળવદ ,આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી હળવદ શહેર તેમજ તાલુકા ની જનતા માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપ તેમજ ઓપરેશન કેમ્પનું આયોજન યોજાશે તાલુકાની જનતા ને લાભ લેવા જાહેર આમંત્રણ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું મેડિકલ કેમ્પ મા હાડકાના ડોકટર,આંખના, સ્ત્રી રોગ ,જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવા ડોક્ટરની ટીમ હાજર રહેશે આયુષ હોસ્પિટલની સિનિયર ડોક્ટર પણ હાજર રહેશે
સરદાર ધામના જિલ્લાના કન્વીનર નયન દેત્રોજા પટેલ જણાવ્યું હતું કે સરદાર ધામ મિશન 2026 સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અંતર્ગત સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા તેમજ સરદાર ધામ યુવા તેજ યતીનભાઈ રોકડના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા સરદારધામ હળવદ શહેર કન્વીનર ડોક્ટર હર્ષદ લોરીયા સહકન્વીનર સુખદેવ પટેલ રામદૂત,ઉત્તમ ભડાણીયા જેહમત ઉઠાવી રહ્યા છે તેમજ કેમ્પ નો લાભ લેવા માટે આ નંબર પર નામ નોંધાવવા જણાવેલ હતું 7575088884 અને 7575088885