મોરબી જિલ્લામાં ઈ-શ્રમકાર્ડ ઝુંબેશ હેઠળ અંદાજિત બારસો જેટલા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાયું
નાના અને અસંગઠિત શ્રમિકોને સંગઠિત કરવા તથા વિવિધ યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી સરકાર દ્વારા ઈ-શ્રમકાર્ડની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ મોરબી જિલ્લામાં ૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન ઈ-શ્રમકાર્ડ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈ-શ્રમકાર્ડ ઝુંબેશ હેઠળ મોરબી જિલ્લામાં વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જે હેઠળ ઝુંબેશના દિવસો દરમિયાન અંદાજિત ૧૨૦૦ જેટલા શ્રમિકોનું ઈ-શ્રમકાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ઈ-શ્રમકાર્ડ હેઠળ ૧.૧૮ લાખ જેટલા શ્રમિકોને સાંકળી લેવામાં આવ્યા છે અને હજુ વધુને વધુ શ્રમિકોને સાંકળી લેવા પ્રયાસ કરી રહ્યા છે.