રિપોર્ટર મયંક દેવમુરારી મોરબી : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે ગુજરાતભરમાં વસતા રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ માંગણીઓ ને લઈને એક આવેદન પણ આપવામાં આવ્યું હતું
જેમાં સાધુ સમાજ ની મુખ્ય માંગણીઓ હતી ૧) સમસ્ત ગુજરાતમાં વસતા રામાનંદી સાધુ સમાજને ખેડૂત હક મળે ૨) રામાનંદી સાધુ સમાજનો વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થાય . ૩) મંદિરોના લાઈટબિલ તથા ટેક્ષબિલમાં રાહત મળે . ૪) ગુજરાતના ૫) મહાનગરોમાં રામાનંદી સાધુ સમાજની દિકરીઓ માટે કન્યા કેળવણીના કામ માટે ૨૫૦૦ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવામાં આવે .તેમજ ૬) રામાનંદી સાધુ સમાજને ગુજરાતમાં રાજકીય પ્રતિનિધિત્વ મળે આમ છ માંગણીઓને લઈને રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ મધ્યસ્થ સંઘ અમદાવાદ તેમજ રામાનંદી નવ નિર્માણ સેના અને સાધુ સંતોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું હતું
તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાધુ સમાજનો. આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને રામાનંદી સાધુ સમાજ પ્રગતિના પંથે અવિરત આગેકૂચ કરે તેવી શુભકામના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી