રિપોર્ટર ઇશાક પલેજા : મોરબી જિલ્લાના માળિયા હળવદ નેશનલ હાઇવે પર માણાબા અને ખાખરેચીના પાટીયા ની વચ્ચે આવેલ કારખાનાના યુનિટનીબહાર પરપાતિયા મજૂરો અને કામદારોએ મળી વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમા પાસે સહુ કોઈ પૂજા અર્ચના અને આરાધનાકરી ગણપતિ દાદાને રિઝવતા હોય છે અને રાત્રે ડીજે ના તાલે ગણેશજીની સોંગ વગાડી મોજ મસ્તીથી ઝૂમી ઉઠે છે અને આ ગણેશ ઉત્સવ ના આયોજક જોષી ભાઈ તથા શંકરભાઈ તથા જમાદાર ટોલિયો મુન્નાભાઈ કમલેશભાઈ લખમણભાઇ અને શાંતિલાલ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને રાત્રે વિઘ્નહર્તા ગણેશજીને અલગ અલગ પ્રકારના પ્રસાદ ધરવામાં આવે છે રાત્રિ દરમિયાન મધ્યપ્રદેશની ભાષામાં અને ટીમલી ના તાલે ગણેશજીના સોંગ વગાડી નાચ ગાન ની રંગે રંગાઈ સૌ કોઈ મોજ માણી રહ્યા છે અને ભક્તિ ભાવથી ગણેશજીની આરાધના કરી રહ્યા છે