જિલ્લા કક્ષા કલા મહાકુંભ તથા જિલ્લા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૨ – ૨૩
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન ૧૧ સપ્ટેમ્બરના રોજ નાલંદા વિદ્યાલય- વિરપર, તા.ટંકારા ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. કલા મહાકુંભ અને યુવા ઉત્સવ ઉપરોક્ત સ્થળ તથા તારીખે તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ નંબર અને સીધું જિલ્લા કક્ષાએ ફોર્મ ભરેલ હોય તેવા સ્પર્ધકોએ હાજર રહેવુ. યુવા ઉત્સવમાં ઓનલાઈન સ્પર્ધાઓ મુજબ જેમણે પોતાની કૃતિ સીડી/ડીવીડી/ પેનડ્રાઈવ દ્વારા આપેલ છે, તે સ્પર્ધકોએ હાજર રહેવાનું નથી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.