મોરબીમાં વિરાંજલી કાર્યક્રમની ચાલી રહી છે તડામાર તૈયારીઓ

૭મી સપ્ટેમ્બરે મોરબીમાં રાષ્ટ્ર ભક્તિનો વિરાંજલી કાર્યક્રમ યોજાશે

જાહેર જનતાને આ દેશ ભક્તિના જાજરમાન મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમનો લાભ લેવા મંત્રીની અપીલ

        મોરબીમાં શૌર્ય અને દેશભક્તિ ૭મી સપ્ટેમ્બરે યોજાનાર વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે.

        જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રી/કર્મચારીઓ સાથેની આ બેઠકમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સંબંધિત વિભાગોને વિરાંજલી કાર્યક્રમ અન્વયે પૂર્વ તૈયારી ભાગરૂપે તથા કાર્યક્રમ દરમિયાન કરવાની થતી કામગીરીની રૂપરેખા આપી હતી. વધુમાં મંત્રીએ રાષ્ટ્રભાવના જગાડવાના આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રને સહભાગી થવા જણાવ્યું હતું તથા જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

        ઉલ્લેખનીય છે કે ૭મી સપ્ટેમ્બરે રામેશ્વર ફાર્મ – રવાપર ખાતે રાત્રે ૮ થી ૧૦ દરમિયાન દેશભક્તિનો ભવ્યાતિભવ્ય અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ યોજાનાર છે. જેમા સાઈરામ દવે સહિત ૧૨૦ કલાકારો દેશભક્તિનું અનોખુ પરફોમન્સ રજુ કરશે. કાર્યક્રમની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ અન્ય જિલ્લામાં આ કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે ત્યારે મોરબીમાં આ કાર્યક્રમ જાજરમાન બને અને એક અલગ જ ઓળખ ઉભી કરે તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિકારી રાહુલ ત્રીપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના કાર્યપાલક ઈજનેર ઝાલા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર વાય.એમ.વંકાણી, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ પી.કે. દુધરેજીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતિરા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેશ્રી પ્રવિણભાઈ સોનગ્રા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા અગ્રણીસર્વ દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, તપનભાઈ દવે, દેવનભાઈ રબારી, રણછોડભાઈ દલવાડી તથા સ્થાનિક પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.