ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વને ગુજરાત સરકારે યાદગાર બનાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી ગુંદાખડા પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક સાગર ઉમેશકુમાર દિનેશકુમાર ને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને વાંકાનેર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મંત્રી બ્રિજેશ મેરજા નાં હસ્તકે એનાયત કરવામાં આવ્યો.
આ પ્રસંગે નાયબ કલેક્ટર, ACP, તદઉપરાંત શ્રી ગુંદાખડા પ્રાથમિક શાળાના આચાર્ય, સમગ્ર સ્ટાફ અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ તમામ મહાનુભાવો એ હાજરી આપી હતી.