સાંજે ૬.૦૦ થી ૧૨ ( રાત્રિના) દરમિયાન વિવિધ માર્ગો પર ભારે વાહનો માટે પ્રવેશબંધી
આજરોજ તા.૦૭/૦૯/૨૦૨૨ ના રોજ રવાપર ઘનડા રોડ પર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં જાહેર જનતા આ કાર્યક્રમ નિહાળવાની આવવાની શક્યતાઓ હોઇ શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ન ઉદભવે તે માટે તા.૦૭/૦૯/૨૦૨૨ ના સાંજે ૬.૦૦ થી ૧૨ ( રાત્રિના) દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તે સંબંધિત રસ્તાઓ પર ભારે વાહન માટે પ્રવેશબંધી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર લીલાપર ચોકડીથી રવાપર ગામ તરફનો રસ્તો, દલવાડી સર્કલથી રવાપર ગામ તરફનો રસ્તો, ઘુનડા ચોકડીથી રવાપર ગામ તરફનો રસ્તો વગેરે રસ્તાઓ ઉપર ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ રહેશે.
ભારે વાહન માટે ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પીક રસ્તા તરીકેની વ્યવસ્થા મુજબ વાંકાનેર હાઇવે થી લીલાપર રોડ થઇ રાજકોટ જતા વાહનો માટે રફાળેશ્વર થઇ રવિરાજ ચોકડી થઇ રાજકોટ હાઇવે તરફ જઇ શકશે. રાજકોટ થી લીલાપર રોડ થઇ વાંકાનેર હાઈવે તરફ જતા વાહનો માટે ભકિતનગર સર્કલ થઇ રિવરાજ ચોકડી થઇ વાંકાનેર હાઇવે તરફ જઇ શકાશે. ઘનડા ચોકડી થી વાંકાનેર હાઇવે તરફ જતા વાહનો માટે ઘનડા ચોકડી થી રાજપર ચોકડી થઇ ભકિતનગર સર્કલ થઇ રવિરાજ ચોકડી થઇ વાંકાનેર હાઇવે તરફ જઇ શકાશે.
આ જાહેરનામું તા.૦૭/૦૯/૨૦૨૨ પુરતું સાંજે ૬.૦૦ થી ૧૨ ( રાત્રિના) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.