મેગા મ્યુઝિકલ ડ્રામા સાથેના દેશભક્તિના કાર્યક્રમમાં મોરબીવાસી રોમાંચિત બન્યા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાયો

આઝાદ આઝાદીની લડતમાં રક્ત રેડનારા નામી-અનામી શહીદોને દિલથી યાદ કરવાનો વિરાંજલી કાર્યક્રમ મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં રામેશ્વર ફાર્મ-રવાપર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું , વીરોને વિરાંજલી આપવાનો કાર્યક્રમ મોરબીની ધરા પર યોજાયો છે જે આપણા માટે ગર્વની ક્ષણ છે. આ કાર્યક્રમ નાના થી લઈને મોટા સૌને રાષ્ટ્રભક્તિમાં તરબોળ કરી દે તેઓ કાર્યક્રમ છે. આ તકે મંત્રીશ્રીએ ૧૮૫૭ ના રોજ રાષ્ટ્રભક્તિના બીજ રોપાયા હતા તેવા પ્રથમ સ્વાતંત્ર સંગ્રામને પણ યાદ કર્યો હતો.

દેશભક્તિના આ અનોખા મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમમાં સાંઈરામ દવે સહિતના ૧૦૦ થી વધુ કલાકારોએ મોરબીના માનવ મહેરામણને રાષ્ટ્ર ભક્તિથી તરબોળ કરી દીધા હતા. વિરાંજલી સમિતિ દ્વારા નિર્મિત તથા સાંસ્કૃતિક અને યુવા વિકાસ વિભાગ દ્વારા આયોજિત  આ કાર્યક્રમે લોકોને રોમાંચિત કર્યા હતા.

આ પ્રસંગે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, અગ્રણી સર્વ મનીષભાઈ પટેલ, દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, ડો.જયંતીભાઈ ભાડેસીયા, રણછોડભાઈ દલવાડી તેમજ મોરબીના સ્થાનિક અગ્રણીઓ/અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.