મોરબી ખાતે યોજાયેલ ગુજરાતનું ભવ્યાતિભવ્ય અને જાજરમાન ગણપતિ મહોત્સવ ” સિદ્ધિવિનાયક કા રાજા” ની ભવ્ય વિસર્જન યાત્રામાં એક્ટર નિતિનભાઈ જાની(ખજૂરભાઈ) ઉપસ્થિત રહેશે.
આવતીકાલે “સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવની ભવ્ય વિસર્જન યાત્રા યોજાવાની હોઈ ત્યારે વિસર્જન યાત્રામાં દાનવીર સ્વભાવના તેમજ જેમને સૌરાષ્ટ્રનું મોટી કહી સકાય તેવા સેવાભાવી નિતિનભાઈ જાની(ખજૂરભાઈ) જેમના સેવાભાવી સ્વભાવ અને તેમની કામગીરીથી સમગ્ર ગુજરાતમાં ઘણાં લોકો માટે પ્રેરણા બન્યા હોય જે નિતિનભાઈ જાની મોરબી ખાતે યોજાયેલ સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવની ભવ્ય વિસર્જન યાત્રામાં ખાસ ઉપસ્થિતિ રહેવાના હોઈ ત્યારે તમામ મોરબીવાસીઓને વિસર્જન યાત્રામાં ગણપતિ મહારાજની મહા આરતીમાં ઉપસ્થિત રહેવા આયોજક અરવિંદભાઈ બારૈયા તેમજ તેમના પુત્ર એક્ટર ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
સ્થળ :- બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી સમય :- રાત્રે ૮ કલાકે