૯ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન મંત્રી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩ દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.
મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા ૯મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે મોરબી ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૦મી સપ્ટેમ્બરના રોજ સવારે ૦૯:૩૦ કલાકે માન.રાજયપાલશ્રીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં એ.પી.એમ.સી. હળવદ ખાતે ઉપસ્થિત રહેશે. સાંજે ૦૫:૦૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત આયોજીત તલાટી કમ મંત્રીના પૂર્ણ પગારના નિમણુક પત્રો એનાયત કાર્યક્રમ અંતર્ગત ત્રિમંદિર ખાતે ઉપસ્થિત રહેશે.
૧૧મી સપ્ટેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વિરપર ગામ ખાતે શ્રી નાલંદા વિદ્યાલય દ્વારા આયોજીત જિલ્લા કક્ષા કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ-૨૦૨૨ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા સાંજે ૦૫:૦૦ કલાકે મોરબી ગૌસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ અંતર્ગત ગૌસ્વામી સમાજની વાડી, લીલાપર રોડ – મોરબી ખાતે ઉપસ્થિત રહેશે.