કોરોના દિવંગતોના મોક્ષર્થે કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત
શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો-સ્વજનો સાથે એક મિટિંગનું આયોજન કથા સ્થળે થયું, ખૂબ મોટી સંખ્યામાંએ સ્વજનો આવ્યા ખૂબ જ લાગણીશીલ-કરુણામય વાતાવરણ બન્યું.
કથા સ્થળે 500 થી વધારે કોરોના દિવંગતોના ફોટો રાખવામાં આવશે. પરિવારજનોને સંકલ્પ લેવડાવવામાં આવશે કોરોના દિવંગતોના પરિવારજનો માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે. એમ કાંતિભાઈએ જણાવ્યું હતું.