મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ ત્રણ દિવસ અનિયમિત રહેશે

મોરબી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ અનિયમિત રહેવા અંગેની તા.-૦૯/૦૯/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ જાહેરાત સંદર્ભે જણાવવાનું કે તા.-૧૦/૦૯/૨૦૨૨ના રોજ પાણી પુરવઠા બોર્ડ તરફથી મળેલ ટેલીફોનીક મેસેજ મુજબ હવે પછી તા.-૧૧ ૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના બદલે તા.-૧૪-૧૫-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ શહેરમાં પાણી પુરવઠો સપ્લાઈ કરતા સમ્પ હાઉસ પૈકી સરદાર બાગ તથા પંચાસર રોડ ઉપરના પમ્પીંગ સ્ટેશનમા જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોય

તા.-૧૪-૧૫-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨(દિવસ-૩) માટે શહેરના લોહાણા બોર્ડીંગ પછીના વિસ્તાર જેવોકે શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ તથા રવાપર રોડ, શનાળા રોડ, કેનાલ રોડ, ભક્તિ નગર સર્કલ, પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી ૧થી૬ તથા લાતી પ્લોટ વિસ્તારમાં પાણી પુરવઠાની સપ્લાઈ અનિયમિત રહેશે જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.