મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દીવસની ઉજવણી કરાઈ

આત્મહત્યા નિવારણ અંગેની સમજ પૂરી પાડી વિધાર્થીઓ ને મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું

મોરબી : આજે 10 સપ્ટેમ્બર નાં રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આજરોજ નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા આત્મહત્યા નિવારણ અંગે એક પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું.

જનરલ હોસ્પિટલ મોરબીના અધિક્ષકશ્રી ડૉ. દુધરેજીયા તથા જીતેન્દ્ર મિશ્રા સાહેબ (એ.એચ.ઓ)નાં માર્ગદર્શન હેઠળ આજ રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિન નિમિત્તે નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં વિધાર્થીઓને સમજ મળી રહે તે માટે લેકચર અને એક નાની પ્રશ્ન જવાબ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતુ.

નવયુગ કોલેજનાં ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને ત્યાંના એચ.આર પારુલબેનનો કાર્યક્રમ ને સફળ બનાવામાં બહોળો ફાળો રહ્યો હતો.જનરલ હોસ્પિટલ મોરબીના માનસિક રોગ વિભાગ માં ફરજ બજાવતા દિવ્યાબેન ગોહેલ (ક્લિનિકલ સાયકોલોજિસ્ટ) અને હિતેશ પોપટાણી( સોશ્યલ વર્કર)એ કાર્યક્ર્મ માં હાજર રહીને આત્મહત્યા નિવારણ અંગેની સમજ પૂરી પાડી હતી અને સાથે વિધાર્થીઓ મન માં ઉદભવતા પ્રશ્નો નાં જવાબ આપીને મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતુ.