ભારત વિકાસ પરિષદ મોરબી તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબી ના સંયુક્ત ઉપક્રમે ગઈ કાલે વૈદિક પેરેન્ટિંગ સેમીનાર નું આયોજન અભિનવ સ્કૂલ મોરબી ખાતે કરવામાં આવ્યું.આ સેમીનાર માં સ્વાગત પરિચય અભિનવ સ્કૂલ ના ટ્રસ્ટી લલિતભાઈ કાનાણી દ્વારા તેમજ વિષય પ્રસ્તાવના ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા દ્વારા કરવામાં આવેલ.ઉપસ્થિત મહેમાનો ને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ.
પંચકોષ એટલે શું? બાળકો નું ઘડતર કઈ રીતે કરવું?બાળકો ની સમસ્યાઓ કઈ રીતે દૂર કરવી?બાળકો ની સુષુપ્ત શક્તિઓ નો વિકાસ કઈ રીતે કરવો? જેવા મુદ્દા ઉપર સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ ના ડો.મેહુલભાઈ આચાર્ય દ્વારા સચોટ માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા વાલીઓ ને મુંઝવતા પ્રશ્નો ના જવાબ આપવામાં આવ્યા હતા.આ સેમીનાર માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી ના સહ કાર્યવાહ જસ્મીનભાઈ તથા અભિનવ સ્કૂલ ના ટ્રસ્ટી મનોજભાઈ ઓગણજા તથા કમલેશભાઈ લીખીયા તથા વિ. હિ.પ ગ્રામ્ય અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તથા મોટી સંખ્યા માં વાલીઓ અને ભારત વિકાસ પરિષદ ના સભ્યો જોડાયા હતા.આ કાર્યક્રમ નું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.