મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ એ પડતર માંગો ને લઈને આવેદનપત્ર આપ્યું

૧૬૦૦ રૂપિયા ના પગારમાં આ મોંઘવારી સામે કેવી રીતે કામ ચલાવીએ – કર્મચારીઓ

માંગ સંતોષવામાં નહિ આવે તો અચોક્કસ મુદત સુધી કેન્દ્ર બંધ કરવામાં આવશે – કર્મચારીઓ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના મધ્યાન ભોજન ચલાવતા કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગોને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 19 તારીખે ગાંધીનગર ખાતે ધરણા તેમજ 20 તારીખથી અચોક્કસ મુદત સુધી કેન્દ્ર બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું મધ્યાન ભોજન ના કર્મચારીઓને માત્ર રૂપિયા ૧૬૦૦ નું ન્યૂનતમ વેતન આપવામાં આવતું હોય જે અન્ય રાજ્યની સરખામણીમાં ખૂબ જ ઓછું તેમજ મશ્કરી સમાન ગણી શકાય તેવું વેતન હોવાને કારણે તાત્કાલિક અસરથી અન્ય રાજ્ય જેમ કે પોંડીચેરીમાં 21000, કેરલામાં 14000, તમિલનાડુમાં 9000 જેટલું માતબાર વેતન આપવામાં આવે છે

ત્યારે અમને 6000 ન્યૂનતમ વેતન કરી આપવામાં આવે તેવી મહત્વની માંગ સાથે રજૂઆત કરવામાં આવી, તેમજ બાળકોને આપવામાં આવતો નાસ્તા નો કાચો જથ્થો અલગથી પૂરો પાડવામાં આવે, તેમજ કાચા મટીરીયલ ના ભાવ આસમાને પહોંચી ગયા હોય જેમ કે ગેસના બાટલાના 700 ના 1100 જેમ દરેક મસાલાના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ છેલ્લા બે વર્ષમાં કુકિંગ કોસ્ટમાં કોઈપણ પ્રકારનો વધારો આપેલ ન હોય તે યોગ્ય રીતે આપવા તેમજ અન્ય જિલ્લાઓમાં ખાનગીકરણ કરવામાં આવ્યું છે તે ફરી સંચાલકોને આપવામાં આવે તેવી અનેક માંગો સાથે મધ્યાન ભોજન ના કર્મચારી મંડળ દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું