પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ખોરાક અને રેહઠાણ મળતું રહે અને પર્યાવરણ નું જતન થાય તે હેતુથી આજે રોજ ફ્લોરા રીવર સાઈડ ની બાજુમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું તેમાં 20 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમાં દેશી કુળ ના અને ફળાઉ વૃક્ષો વાવવા મા આવીયા હતા તેમાં વડ,ઉંમરો પીપળો, લીમડો, જામફળ,સેતુર બદામ, જાંબુ, સીતાફળ વગેરે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું
વૃક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો અને વૃક્ષો કપાતા બચાવો. ફ્લોરા રિવર સાઈડની ટીમના કિશોરભાઈ વિરમગામા, સુભાસ ભાઈ, અમિત ભાઈ, મનોજ ભાઈની ટીમે વૃક્ષો ના સારસંભાળ ની જવાબદારી લીધી છે. જયારે પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ અને સાગરભાઈ કડીવાર, તેમજ યંગીસ્તાન ગ્રુપના નિર્મલસિંહભાઈ, આર્જવભાઈ, કશ્યપભાઈ, તેજશ ભાઈ, હાર્દિક ભાઈ, નીરવ ભાઈ સહિતના સભ્યોએ મળી ને વૃક્ષરોપણ કર્યું હતું. સાથે જ વધુ લોકો વૃક્ષારોપણ અભિયાન ચલાવી ને વૃક્ષો ઉછેરે તેવી અપીલ કરી હતી.