રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષા ના યુવા કલા મહાકુંભ-2022 નું આયોજન નાલંદા સંકુલ વિરપર ખાતે થયેલ.
જેમાં વકતૃત્વ સ્પર્ધા માં “પપ્પા મારે તમારો સમય જોઈએ છે” વિષય પર માધાપર કન્યા શાળાના ધોરણ -૬ માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી જિલ્લા કક્ષાના યુવા કલા મહાકુંભમાં વિભાગ – અ (૬ થી ૧૪ વર્ષ) માં બીજો નંબર મેળવીને સમસ્ત મોચી સમાજ મોરબી તથા માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ.